સ્મારક સેવા સમિતિ, ગાંધીનગર પરિચય અને ઉદ્દેશ્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. શ્રી કેશવ બલિરામ હેડગેવારજીની પાવન સ્મૃતિમાં તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષ ૧૯૮૮માં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. અમારું ટ્રસ્ટ ગાંધીનગરમાં છેલ્લા ૩૮ વર્ષથી સતત સમાજના જાગરણ અને ઉત્કર્ષ માટે સેવારત છે. વિવિધ સેવાકાર્યો દ્વારા સામાજિક સમરસતા નિર્માણ કરવા માટે ટ્રસ્ટ કટીબદ્ધ છે. એકાત્મ, એકરસ, શોષણમુક્ત સમાજનું નિર્માણ એ જ આપણા સૌનું લક્ષ્ય છે.
આપણા સમાજને સુસંગઠિત કરી, સમાજમાં બંધુભાવ નિર્માણ કરવા પોતાના જીવનને ચંદનકાષ્ટની જેમ ઘસી નાખનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. શ્રી કેશવ બલિરામ હેડગેવારજીની પાવન સ્મૃતિમાં તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષ ૧૯૮૮માં આ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વિવિધ સેવાકાર્યો દ્વારા સામાજિક સમરસતા નિર્માણ કરવા માટે ટ્રસ્ટ પ્રવૃત્તિશીલ છે. એકાત્મ, એકરસ, શોષણમુક્ત સમાજનું નિર્માણ એ જ આપણા સૌનું લક્ષ્ય છે.

કાર્યરત પ્રવૃત્તિઓ
-
પાઠદાન કેન્દ્ર: શિક્ષણ દ્વારા સશક્તિકરણ
આ કેન્દ્રો સામાજિક અને આર્થિક રીતે વંચિત બાળકોને શૈક્ષણિક માર્ગદર્શન આપી તેમના જીવનમૂલ્યોના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે….
-
સર્વરોગ નિદાન કેમ્પ
સ્વસ્થ શરીર જ આપણી મહામુલી મૂડી છે. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એવા ધ્યેય સાથે આપણે…
-
સામાજિક સમરસતા કન્યા પૂજન
ગાંધીનગર જિલ્લાના છત્રાલ ખાતે ૨૦૦ કરતા પણ વધુ બાળાઓનું કન્યાપૂજનના કાર્યક્રમમાં છત્રાલ વિસ્તારના સમાજની દરેક જાતિઓમાંથી ૫૦૦ થી…
સફળ કાર્યક્રમો
-
ગાંધીનગર ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ
ભારતના ‘૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ’ નિમિત્તે ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વરિષ્ઠ પત્રકાર શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા અને…
-
કુડાસણમાં નિ:શુલ્ક હેલ્થ કેમ્પમાં 208 નાગરિકોએ કરાવ્યું આરોગ્ય પરીક્ષણ
05 August, 2026
ડો. હેડગેવાર સ્મારક સેવા સમિતિ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કુડાસણ ખાતે તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૨૦૦થી વધુ નાગરિકોએ લાભ લીધો અને આરોગ્યની ચકાસણી કરાવી હતી.
આગામી પ્રવૃત્તિઓ
-
‘કેશવ સ્મૃતિ’ સેવા ભવન
ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે ગાંધીનગર ખાતે નૂતન કાર્યાલય અને સેવા ભવન ‘કેશવ સ્મૃતિ’ નું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન તા. ૦૬-૧૨-૨૦૨૫ ના રોજ માનનીય મનમોહનજી વૈધ (અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય, RSS) ના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું….
આગામી કાર્યક્રમો
No posts
ઇમેઇલ સબ્સ્ક્રિપ્શન
નવા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની માહિતી મેળવવા માટે કૃપા કરીને તમારું પૂરું નામ અને ઇમેઇલ દાખલ કરીને સબ્સ્ક્રાઇબ કરો.



