ડો. હેડગેવાર સ્મારક સેવા સમિતિ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કુડાસણ ખાતે તાજેતરમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૨૦૦થી વધુ નાગરિકોએ લાભ લીધો અને આરોગ્યની ચકાસણી કરાવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, સ્વયંસેવક અને તેમના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય તપાસ માટે વિવિધ પ્રકારના બ્લડ અને યુરિન ટેસ્ટ ઉપરાંત ઇસીજી સહિતની જરુરી તપાસો વિનામૂલ્યે કરવામાં આવી હતી.આયોજકોના જણાવ્યા મુજબ આવા આરોગ્ય કેમ્પો દ્વારા સામાન્ય નાગરિકોને સમયસર આરોગ્ય તપાસ અને પ્રાથમિક સારવાર સરળતાથી ઉપલબ્ધ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમિતિના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓના સહયોગથી યોજાયેલા આ કેમ્પને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.મીડિયા કવરેજ



