‘કેશવ સ્મૃતિ’ સેવા ભવન

ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા માટે ગાંધીનગર ખાતે નૂતન કાર્યાલય અને સેવા ભવન ‘કેશવ સ્મૃતિ’ નું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ભૂમિપૂજન તા. ૦૬-૧૨-૨૦૨૫ ના રોજ માનનીય મનમોહનજી વૈધ (અખિલ ભારતીય કાર્યકારીણી સદસ્ય, RSS) ના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું. આ આધુનિક સેવા ભવનથી સમાજના વંચિતો માટે સ્વાસ્થ્ય અને શિક્ષણના વધુ પ્રકલ્પો શરૂ કરવામાં આવશે. આપ આ સેવાનિધિમાં ઉદાર હાથે ફંડ આપીને સહભાગી બની શકો છો.