
शरीरमाद्यं खलु धर्मसाधनम्।
“શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્” — શરીર એ તમામ કર્તવ્યો અને ધર્મનું પાલન કરવા માટેનું પ્રથમ સાધન છે.
સેવા ભારતીમાં અમે માનીએ છીએ કે સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ સમાજનો આધાર છે. ભારત જેવી વિશાળ અને વૈવિધ્યસભર વસ્તી ધરાવતા દેશમાં જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવી એક મોટો પડકાર છે. અમારું ધ્યેય આ અંતરને દૂર કરીને સમાજના દરેક વર્ગ સુધી આરોગ્યસેવાની સુવિધાઓ પહોંચાડવાનું છે.
અમારા વિવિધ આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા અમે ઝૂંપડપટ્ટી વિસ્તારો, શહેરી તેમજ ગ્રામ્ય સમુદાયોની સેવા કરી રહ્યા છીએ.
દરેક વ્યક્તિને જરૂરી અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પ્રાપ્ત થાય તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આવો, વધુ સારા આરોગ્ય અને સુખાકારી માટેના આ યજ્ઞમાં સહભાગી બનીએ.
આપણા સહયોગથી અનેક જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે. આજે જ આપનો અમૂલ્ય સહયોગ આપો.
કાર્યરત પ્રવૃત્તિઓ
-
સર્વરોગ નિદાન કેમ્પ
સ્વસ્થ શરીર જ આપણી મહામુલી મૂડી છે. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. એવા ધ્યેય સાથે આપણે…
-
આયુર્વેદ પેટી અને સ્વાસ્થ્ય સેવા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સુદૂર જનજાતિ વિસ્તારો તથા અંતરિયાળ ગામડાઓમાં ૧૨૭ આયુર્વેદ પેટી વડે સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવામાં…
-
મેડિકલ સાધન સહાય સેવા કેન્દ્ર
‘કેશવ સ્મૃતિ’, બ્લોક નં. ૪૮/૩, ગ-ટાઈપ, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતેથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વ્હીલચેર, ઓક્સિજન કન્સન્ટ્રેટર, મેડિકલ…
