
परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति नद्यः ।
परोपकाराय दुहन्ति गावः परोपकारार्थमिदं शरीरम् ॥
“પરોપકાર માટે વૃક્ષો ફળ આપે છે, નદીઓ વહે છે, અને ગાયો દૂધ આપે છે; આ માનવ શરીર પણ પરોપકાર અને સમાજ સેવા માટે જ છે.”
સેવા ભારતીમાં અમે માનીએ છીએ કે સશક્ત અને સમરસ સમાજનું નિર્માણ એ જ દેશની સાચી પ્રગતિ છે. અમારી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ અને યોજનાઓ દ્વારા અમે ખાસ કરીને વંચિત, પછાત અને જરૂરિયાતમંદ પરિવારોના ઉત્થાન, સ્વાસ્થ્ય અને આત્મનિર્ભરતા માટે નિરંતર કાર્યરત છીએ.
આપણા સૌના સહયોગથી જ સમાજમાં સકારાત્મક અને સ્થાયી પરિવર્તન શક્ય છે. આપનો સહયોગ અસહાય લોકોને સહારો, જીવનજરૂરી સુવિધાઓ અને સન્માનજનક જીવન જીવવાની નવી તકો પૂરી પાડવામાં મદદરૂપ બનશે, જે સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
આવો, સમાજને સશક્ત અને સમૃદ્ધ બનાવવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ – આજે જ આપનો અમૂલ્ય સહયોગ આપો.
કાર્યરત પ્રવૃત્તિઓ
-
સામાજિક સમરસતા કન્યા પૂજન
ગાંધીનગર જિલ્લાના છત્રાલ ખાતે ૨૦૦ કરતા પણ વધુ બાળાઓનું કન્યાપૂજનના કાર્યક્રમમાં છત્રાલ વિસ્તારના સમાજની દરેક જાતિઓમાંથી ૫૦૦ થી…
-
રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને ભારતમાતા પૂજન
દર વર્ષે પ્રજાપસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી સાથે ૨૬મી જાન્યુઆરીના દિવસે ૧૦૦ કરતાં વધુ સ્થળો પર…
-
વૃક્ષારોપણ અભિયાન
પર્યાવરણની જાગૃતિ માટે દર વર્ષે ગાયત્રી પરિવાર અને અન્ય સંગઠનો સાથે મળીને ૨૫૦ થી વધુ ઔષધિય અને ફળાઉ…
