અમારી સાથે જોડાઓ

અમારી સાથે જોડાઓ

સાથે મળીને કરવામાં આવેલ કાર્ય હંમેશા વધુ સારા પરિણામો આપે છે. સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે અમે વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરીએ છીએ. આપના સહયોગ અને સહભાગિતાથી વધુ લોકો સુધી સેવા અને સહાય પહોંચાડી શકાય છે.

અમારા સ્વયંસેવકો શિક્ષણ, આરોગ્ય, સામાજિક જાગૃતિ, સ્વાવલંબન, કૌશલ્ય વિકાસ અને સમાજકલ્યાણના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય યોગદાન આપે છે. આવો, આપણે સૌ મળીને વધુ સશક્ત અને સુખી સમાજના નિર્માણ માટે કાર્ય કરીએ.

સંપર્ક સૂત્ર (ટ્રસ્ટી મંડળ)

શ્રી હસમુખભાઈ જોશી

(મેનેજીંગ ટ્રસ્ટી)
મો. ૯૨૬૫૧ ૬૧૬૪૭

ડૉ. ભરતભાઈ પટેલ

(ટ્રસ્ટી અને ગુજરાત પ્રાંત સંઘચાલક)
મો. ૯૨૨૭૪ ૨૧૯૬૯

શ્રી દિપકભાઈ પ્રજાપતિ

(ટ્રસ્ટી)
મો. ૯૮૨૫૩ ૬૫૪૨૫

કાર્યાલય સરનામું

૪૮/૩, ‘ગ’ ટાઈપ, સેક્ટર-૨૩, ગાંધીનગર – ૩૮૨ ૦૨૪.

ભ્રમણભાષ : ૯૪૨૮૧૬૦૩૯૨

વારંવાર પૂછાતા પ્રશ્નો

ચાલો, સાથે મળીને સકારાત્મક પરિવર્તન લાવીએ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. શ્રી કેશવ બલિરામ હેડગેવારજીની પાવન સ્મૃતિમાં તેમના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે વર્ષ ૧૯૮૮માં આ ટ્રસ્ટની સ્થાપના (નોંધણી ક્રમાંક: ઈ-૨૫૮, તા. ૧૯-૧૨-૧૯૮૮) કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સેવાકાર્યો દ્વારા સામાજિક સમરસતા નિર્માણ કરવાનો અને સમાજના વંચિત બંધુઓનો ઉત્કર્ષ કરવાનો છે.

ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં ૧૪ જેટલા ‘પાઠદાન કેન્દ્ર’ ચલાવવામાં આવે છે, જેમાં હાલ ૩૨૮ બાળકો અભ્યાસ કરે છે. આ ઉપરાંત, ધોરણ ૩ થી ૮ ના બાળકો માટે ‘શિક્ષણ-સંસ્કાર કેન્દ્ર’ દ્વારા પૂરક શિક્ષણ અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ જે દર્દીઓને વ્હીલચેર, ઓક્સિજન કન્સન્ટ્રેટર, મેડિકલ બેડ કે કોમોડ ચેર જેવા સાધનોની જરૂરિયાત હોય, તેવા આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સંસ્થાના સેક્ટર-૨૩ કાર્યાલય ખાતેથી આ સાધનો તદ્દન નિઃશુલ્ક આપવામાં આવે છે.

હા, ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિમાં આપેલ તમામ દાન ઇન્કમટેક્ષ એક્ટની કલમ 80G(5) હેઠળ કરમુક્ત છે. (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ નં. AAATD4279JF/19898) .

Contact Form Demo