રક્તદાન શિબિર, રાયસણ

“રક્તદાન એ મહાદાન છે”ના પવિત્ર સંદેશાને સાકાર કરતાં,
આ સેવા પ્રવૃત્તિનું સંયુક્ત આયોજન
ડૉ. શ્રી હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ, ગાંધીનગર
અને પંચેશ્વર મંદિર, રાયસણ દ્વારા કરવામાં આવ્યું હતું.

📅 તારીખ: 19/04/2026 (રવિવાર)
📍 સ્થળ: પંચેશ્વર મંદિર, રાયસણ
⏰ સમય: સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધી

રક્તદાન શિબિર સફળતાપૂર્વક યોજાઈ હતી.

🩸 આ શિબિરમાં દાનવીર દાતાઓ દ્વારા કુલ 32 યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું.

🏥 એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યું.

👥 ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો, મંદિરના અધિકારીઓ, સિવિલ હોસ્પિટલના સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો.

🙏 તમામ રક્તદાતાઓ અને સહયોગીઓને હૃદયપૂર્વક આભાર 🙏