ગાંધીનગર ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ

ભારતના ‘૮૦ મા સ્વાતંત્ર્ય પર્વ’ નિમિત્તે ડૉ. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ અને વરિષ્ઠ પત્રકાર શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

મુખ્ય વક્તા અને ગુજરાત પ્રાંતના જળ કાર્ય સંયોજક શ્રી મહેન્દ્રભાઈ પટેલે સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરીને દેશપ્રેમ અને દેશ સેવાની ભાવનાને વધુ દ્રઢ બનાવવાનો સંદેશ આપ્યો હતો. દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા નક્કી કરવામાં પણ તેમણે સૌને આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિધિવત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી અને સમૂહમાં રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગાન દ્વારા ભારત માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે ભારત માતાની પ્રતિમા સમક્ષ પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સમિતિના પ્રમુખ શ્રી શંકરભાઈ ચાવડા, ટ્રસ્ટી ડૉ. હર્ષદભાઈ ગોરીયા સહિત હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈ, બહેન,બાળકો ઉપસ્થિત રહ્યા હતા.