ગાંધીનગર જિલ્લાના છત્રાલ ખાતે ૨૦૦ કરતા પણ વધુ બાળાઓનું કન્યાપૂજનના કાર્યક્રમમાં છત્રાલ વિસ્તારના સમાજની દરેક જાતિઓમાંથી ૫૦૦ થી વધુ નાગરીકોની ઉપસ્થિતીમાં સામાજીક સમરસતા યજ્ઞ કરવામાં આવ્યો જેનાથી સમાજમાં સામાજીક સમરસતા અને સદ્ભાવનાનો ભાવ નિર્માણ થાય છે અને આ કાર્યક્રમ દર વર્ષે સમાજ અને સામાજીક સમરસતા ગતિવિધિના સહયોગથી કરવામાં આવે છે.


