મીડિયામાં સ્થાન
અમારા સેવાકીય કાર્યોની નોંધ ગુજરાતના અગ્રણી અખબારો દ્વારા સમયાંતરે લેવામાં આવી છે:
- ITI ગાંધીનગર ખાતે રક્તદાન કેમ્પ: આઈટીઆઈ અને સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા રક્તદાન શિબિરમાં ૭૨ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
- પોર ગામ ખાતે પાઠદાન કેન્દ્રનો શુભારંભ: પોર ગામના જરૂરિયાતમંદ ૮૦ જેટલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવા માટે નવા કેન્દ્રની શરૂઆત કરાઈ.
- પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષારોપણ: સેક્ટર-૧૩ અને પાનથાવલિકા ખાતે ગાયત્રી પરિવાર અને સ્થાનિક નગરજનો સાથે મળીને ૨૫૦ જેટલા ઔષધિય અને ફળાઉ છોડનું રોપણ કરાયું.
- મહિલા સંમેલન – તારાપણી સંગમ: બહેનો અને માતાઓના આદર અને સન્માન માટે યોજાયેલા આ વિશેષ સંમેલનમાં ૧૨૦૦ જેટલી મહિલાઓ સહભાગી બની હતી.








