’લવ જેહાદ’નો ભોગ બનેલી કેરળની પીડિતાઓએ ગાંધીનગરની દીકરીઓને જાગૃત કરી

જ્ઞાન ગુર્જરી ટ્રસ્ટ અને શ્રી ડો. હેડગેવાર સ્મારક સેવા સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ જેના પર બની છે તે હિન્દુ દિકરીઓએ પોતાના દુઃખદ અનુભવો રજૂ કર્યા: શહેરની આશરે ૭૦૦ જેટલી દીકરીઓ તેમને સાંભળવા આવી ધો… માન જગાવો… ગાંધીનગર, તા.૩૧ જ્ઞાન ગુર્જરી ટ્રસ્ટ,ગાંધીનગર અને શ્રી ડો. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ, ગાંધીનગર દ્વારા આયોજિત ‘બેટી બચાવો,સ્વાભિમાન જગાવો’કાર્યક્રમમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મમાં દર્શાવેલ ઘટનાઓને હકીક્તમાં સહન કરનાર અને પ્રત્યક્ષ ભોગ બનનાર દીકરીઓએ અન્ય દીકરીઓમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી પોતાના દુ:ખદ અનુભવો અને “આર્ષ વિદ્યા સમાજ દ્વારા હિન્દુ સમાજ અને સનાતન ધર્મ સાથે પુનઃ જોડાણથી આવેલ જાગૃતિની વિસ્તૃત માહિતી આપી હતી. બહેનો તેમજ ભાઈઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કેરળના બલરામપુરમ સ્થિત સંસ્થા’આર્ષ વિદ્યા સમાજમ’ના આચાર્ય કે. આર. મનોજે જણાવ્યું હતું કે, તેમની સંસ્થાએ અત્યારે સુધીમાં અંદાજે ૭,૨૦૦ યુવક-યુવતીઓને સનાતન ધર્મમાં પરત લાવવાનું ભગ કાર્ય કર્યું છે. કેરળ સહિત દેશભરમાં લવ જેહાદનો ભોગ બનનાર દીકરીઓને હિન્દુ પાછા લાવવા અનેકવિધ પ્રયાસો કર્યા છે. આ કાર્યક્રમમાં જ્ઞાન ગુર્જરી ટ્રસ્ટ, ગાંધ અને શ્રી ડો. શ્રી હેડગેવાર સ્મારક સેવા સમિતિ ગાંધીનગરના પ્રમુખ ટ્રસ્ટી હસમુખ જોષી સહિત અન્ય ટ્રસ્ટીઓ તથા આર. એસ.એસ, વિદ્યાભારતી, વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, ભા.જ.પના કાર્યકર્તાઓ તથા ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન સ્ટેન્ડીંગ કમિટિ અધ્યક્ષ જસુભાઇ પટેલ સહિતના હોદ્દેદારો, ગાંધીનગર શહેર-જિલ્લાની વિવિધ વિસ્તારોની શાળા, કોલેજ, હોસ્ટેલમાંથી અંદાજે ૭૦૦ દીકરીઓ તેમજ પરિવારની બહેનો- ભાઈઓ કેરળની સંસ્થા’આર્ષ વિદ્યા સમાજમ’ દ્વારા વિદ્યાભારતી સંકુલ સેક્ટર-૨૩, ગાંધીનગર ખાતે દિનાંકઃ૩૦/૦૧/૨૦૨૪ રાત્રે ૮.૩૦ કલાકે આયોજિત આ અનુભવ કથન કાર્યક્રમમાં લવ જેહાદનો પ્રત્યક્ષ ભોગ બનનાર શ્રુતિ, શાંતિ કૃષ્ણા, અનધા, અનુષા અને વૈશાલીએ વ્યક્તિગત રીતે પોતાના અનુભવો રજૂ કરીને ઉપસ્થિત સ્થાનિક દીકરી-સહભાગી થયા હતા.